ઓણસાલ ચોમાસું ઘણું જ સારું રહ્યું હતું અને ડેમમાં વિશાળ જળરાશિ હિલોળા લઇ રહી છે ત્યારે ઉનાળુ વાવેતરનો સમય નજીક આવી રહ્યો હોઇ, પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા, ખાસ કરીને મોટાદડવા આસપાસના 10 ગામના ખેડૂતોને આ સમસ્યા સતાવી રહી હતી ત્યારે આ અંગે ધારાસભ્ય સહિતોને ડેમમાંથી પાણી આપવા રજૂઆત કરી હતી જે ગ્રાહ્ય રહી હતી અને તંત્રએ પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો તેમજ કરમાળ ડેમના બે દરવાજા ખોલી દેતાં કૃષિ ચિત્ર હવે પલટાશે અને ખેડૂતોને ઉનાળુ વાવેતરમાં લાભ થશે.
પંથકના ખેડૂતોએ પાણી છોડાતાં રાજીપો વ્યક્ત કર્યોહતો. મોટાદડવા સમીપ આવેલા કરમાળ ડેમ આજુબાજુના 10 ગામના લોકોની તરસ છીપાવતો ડેમ ગત ચોમાસામાં વહ્યો હતો. જો કે આ ડેમ 10 ગામનું પાણીયારું ગણી શકાય તેવા ડેમમાં પીવા માટે તો પાણીનો સંગ્રહ થાય જ છે, તેમજ ખેત ઉપજમાં આ ડેમનું પાણી દશ ગામને લાભકારી છે.
જેમાં વાદીપરા, રાજપીપળા 1, રાજપીપળા 2, કરમાલ, કોટડા, મોટાદડવા, પીપળીયા, માંડવા સહિતના લોકોને આ ડેમનું પાણી મળતું હોય છે. જો કે આ વર્ષ ઉનાળુ વાવેતર કરી બેઠેલા ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા હતા ત્યારે પાણી વાંકે બેઠેલા ખેડૂતોની વ્યથા જોતા મોટાદડવા સરપંચ ભૂપતભાઈ વાળા, માલધારી સમાજના આગેવાનોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરતા ત્વરિત ડેમનું પાણી છોડવા ફરમાવ્યું હતું અને પાણી છોડાતાં ખેડૂતોના મુખ પર અનોખું સ્મિત જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.