હાલાકી:રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે બન્યાને બે દસકા વીત્યા, સર્વિસ રોડ પર પુલ હજુ બન્યા જ નથી !

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુલના અભાવે વાહન ચાલકોને ફરજિયાત હાઇવે પર આવવું પડે  છે. - Divya Bhaskar
પુલના અભાવે વાહન ચાલકોને ફરજિયાત હાઇવે પર આવવું પડે છે.
  • હાઇવે ઓથોરિટીની ભૂલના લીધે અધૂરી રહેલી કામગીરીથી થાય છે અનેક અકસ્માતો

હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ શહેરની ડાબી અને જમણી બંને સાઇડ ટોલ પ્લાઝા ખડકી દેવામાં આવ્યા છે પરંતુ ફોરટ્રેક રોડ બન્યાના બે દસકા બાદ પણ સર્વિસ રોડ ઉપર પૂરતા પુલ બનાવવામાં આવ્યા ન હોય વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. હવે લાગી રહ્યું છે કે હાઈવે ઓથોરીટીને આ બાબતની સ્મૃતિ કરાવવા માટે કોઇ જામવંતની જરૂર છે.

રાજકોટ- ગોંડલ -જેતપુર નેશનલ હાઈવે બન્યાને આશરે બે દસકા થઈ ગયા હોવા છતાં પણ સર્વિસ રોડ પર ડગલેને પગલે આવતા પુલ હજુ પણ બનાવવામાં આવ્યા ન હોય વાહનચાલકોને ફરજિયાત હાઈવે ઉપર ચડવાની ફરજ પડતી હોય અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક માનવ જિંદગી હોમાઇ ગઈ હોવા છતાં પણ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું ન હોય વાહન ચાલકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે કે હાઇવે ઓથોરિટી સર્વિસ રોડ ઉપર પુલ બનાવવાનું ભૂલી જ ગઈ છે.

રામાયણ કાળમાં પોતાની શક્તિ ભૂલી ગયેલા હનુમાનજીને જામવંતજીએ સમય સમયે સ્મૃતિ અપાવી હતી એ રીતે બે બે દસકા થી સર્વિસ રોડ ઉપર પુલ બનાવવાનું ભુલી ગયેલી હાઇવે ઓથોરિટીનું કોઈ જામવંત બને અને તેમને યાદ કરાવે કે અહીં પુલ બનવો જોઇએ તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...