કાર્યવાહી:રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરાયેલા 4 બાઇક સાથે બે ઝડપાયા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુણાવાથી પોલીસે બન્નેને ઝડપી કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો બનતા રહે છે. આવી જ એક ચોરીના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચોરોને ઝડપી લીધા છે. રાજકોટ જિલ્લામાં ચાર બાઈક ચોરીની ઘટનાને અંજામ આપનાર બે શખ્સોને ભુનાવા ચોકડી પાસેથી પોલીસે ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પીઆઈ વી. વી. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓએ બાતમીના આધારે મહેન્દ્ર ઉર્ફે મયુર ઉર્ફે ગની કાંતીભાઇ સોલંકી , શાંતીલાલ ઉર્ફે સની ઉર્ફે ગુંજન સુધીરભાઇ ધોળકિયાને રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાંથી ચોરી કરેલા ચાર બાઇક કિંમત રૂ. 1,05,000ના મુદ્દામાલ સાથે ગોંડલ તાલુકાના ભુણાવા ગામેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા તસ્કરોએ કબૂલ્યું હતું કે, આશરે અઢી મહિના પહેલા શાપર-વેરાવળ, શાંતીધામ સંજીવની એરીયામાંથી બપોરના સમયે એક કાળા કલરના સ્પલેન્ડરની ચોરી કરી હતી. બે મહિના પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામની સીમમાં રીબડા ધારે એરીયામાંથી બપોરના સમયે એક સીલ્વર કલરના સ્પલેન્ડરની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...