ધરપકડ:ગોંડલમાં 4 કિલો ગાંજા સાથે બે બિહારી શખ્સ ઝડપાયા

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ પૂર્વ બાતમીના આધારે પકડી લીધા

ગોંડલમાં ગાંજાના જંગી જથ્થા સાથે બે શખ્સ આવી રહ્યા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી બે શખ્સને 4 કિલો ગાંજા સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ પાસેથી ગાંજા સહિત મોબાઇલ અને રોકડ મળીને કુલ 52,900નો મુદામાલ કબજે લેવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પીઆઇ વી ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ જ્યવિરસિંહ રાણા, હિતેશભાઈ અગ્રાવત, રણજીત ભાઈ ધાધલ, તેમજ વિજયગીરી ગોસ્વામી એ બાતમીના આધારે ગોંડલમાં વોચ ગોઠવી રણજીત કુમાર પોલીસ રાય યાદવ રહે હડમતાળા જીઆઇડીસી ઈટર્નલ એલોય કાસ્ટ કારખાનાની ઓરડી તેમજ મુકેશ પારસ રાય યાદવ રહે.હડમતાળા, મૂળ બંને મોલાહા બિહારના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને પાસેથી ગાંજાનો જથ્થો કિલો 4 કિંમત રૂપિયા 40000 મોબાઈલ તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 52900 મુદ્દામાલ સાથે ઝડપી લઈ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...