તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશનની ટ્રાયલ:ગોંડલ શહેર, તાલુકામાં 5 સ્થળે કોરોના વેક્સિનેશનની ટ્રાયલ

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
25-25ના સ્લોટમાં સભ્યોને કોરોના વેક્સિનેશન માટે બોલાવવામાં આવ્યા હતા. - Divya Bhaskar
25-25ના સ્લોટમાં સભ્યોને કોરોના વેક્સિનેશન માટે બોલાવવામાં આવ્યા હતા.
 • વેક્સિન ડ્રાય રનમાં સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓની પસંદગી
 • દરેક કર્મીને વેક્સિનેશન બાદ 30 મિનિટ ઓબ્ઝર્વેશન માટે રખાયા

કોરોનાને માત આપવા સરકાર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે, ત્યારે ગોંડલ શહેર અને તાલુકામાં પાંચ જગ્યાએ કોરોના વેક્સિન ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનને લઇ દેશભરમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે ગોંડલ શહેરના સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર , શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ, ભગવતપરા શાળા નં - 5 તેમજ તાલુકામાં મોવિયા તેમજ ગોમટા ડ્રાય રન યોજાયો હતો જેમાં 25 - 25 લોકોને મેસેજ કરી બોલાવાયા હતા.

ડ્રાય રન સિલેક્ટેડ લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ તેમનું આઈડી પ્રુફ તેમજ મોબાઈલમાં આવેલા મેસેજ ચેક કરવામાં આવ્યા હતા, વેઇટિંગ રૂમમાં થોડીવાર બેસાડી વેકસિન રૂમમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં વેકસિન આપ્યા સિવાયની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને વેક્સિન અપાયા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયામાં એક વ્યક્તિ ને 35 થી 40 મિનિટ નો સમય લાગ્યો હતો.

આ ડ્રાય રનમાં જિલ્લા આરોગ્ય ઓફિસર ડો.મિતેષ ભંડેરી, એકેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિલેશ રાઠોડ સહિતના આરોગ્ય અધોકારીઓ ચેકિંગ માટે આવ્યા હતા.જેમાં વેકસિન સ્થળ તેમજ વેકસિન લાભાર્થીઓને વેકસિન અંગે અપાતી માહિતી, સોફ્ટવેરમાં થતી તમામ એન્ટ્રીનું ચેકિંગ હાથ ધરાયુ હતું. ડો.જી.પી. ગોયેલ આરોગ્ય અધિકારી ગોંડલ અર્બન હેલ્થ, નીરવ વ્યાસ કોરોના સુપરવાઈઝરે નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો