તાલીમ:ગોંડલમાં ચૂંટણી કામગીરીની પોલિંગ ઓફિસરોને તાલીમ

ગોંડલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટીતંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યું
  • EVM-વીવીપેટના સંચાલન વિશે માહિતી અપાઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચની કામગીરી પણ ઝડપી બની છે. જેને અનુલક્ષીને ગોંડલ ટાઉનહોલ ખાતે 73-ગોંડલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી કે. વી. બાટી અને એન. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માહિતી આપવા માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની માહિતી આ વર્ગમાં આશરે ૩૮૫ જેટલા ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થિયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...