લોકશાહીના પર્વની માહિતી:ગોંડલમાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ટ્રેનર્સ દ્વારા તાલીમ; પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું

ગોંડલ10 દિવસ પહેલા

ગોંડલમાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ આપવામાં આવી હતી. ગોંડલના ટાઉનહોલ ખાતે આ તાલીમ આપવામાં આવી હતી.

791 જેટલા ઓફિસરોએ તાલીમ લીધી
ગોંડલ 73 વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારી કે.વી. બાટીની ઉપસ્થિતિમાં ટ્રેનર્સ એન.ડી. ઝાલા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ ગોંડલના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ તાલીમ આશરે 791 જેટલા ઓફિસરોએ તાલીમ લીધી હતી.

ઇવીએમ - વીવીપેટ બાબતે માહિતી અપાઈ
આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ - વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...