તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની જાહેરાત મોડી સાંજે કરવામાં આવી હતી જેમાં પીઢ નેતાઓના સ્થાને તેમના પુત્રોને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાર્ગવ આંદીપરા, હરીચંદ્રસિંહ ઝાલા અને મયુરરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
ગોંડલ તાલુકા પંચાયતની 22 સીટ માટે આંબરડી બેઠક હીરલબેન હરેશભાઈ સાવલીયા, દાળિયા બેઠક કિશોરભાઇ રૂડાભાઈ મકવાણા, કોલીથડ બેઠક પ્રવિણભાઇ ગોબરભાઇ ધવા, શેમળા બેઠક હનીફભાઇ આમદભાઈ મુરી, ચરખડી બેઠક પુષ્પાબેન દિવ્યેશભાઇ લીલા , ગોમટા બેઠક ભાર્ગવભાઇ કીશોરભાઇ અંદીપરા, નવાગામ બેઠક હીનાબેન ભરતભાઇ ઢોલરીયા, ત્રાકુંડા બેઠક હિરેનભાઇ દિનેશભાઇ ગામી, દેરડી કુંભાજી ચીરાગ કાંતીલાલ ગોલ, કેશવાળા બેઠક ,નાથીબેન ભાણજીભાઈ સોલંકી, મોટી ખીલોરી બેઠક વસંતબેન ઘનશ્યામભાઇ કાછડીયા, વાસાવડ બેઠક હરીચંદ્રસિંહ દશરથસિંહ ઝાલા, સુલ્તાનપુર બેઠક મંજુલાબેન દામજીભાઇ ગોંડલીયા, શિવરાજગઢ બેઠક તૃષાબેન મનોજભાઇ વોરા, દેવચડી બેઠક પારૂલબેન દિલીપભાઇ ધોણીયા, ગુંદાળા બેઠક મયુરરાજસિંહ હરદેવસિંહ જાડેજા, કમઢીયા બેઠક હરેશભાઈ નારણભાઈ શેખડા, શ્રીનાથગઢ બેઠક ભાવીકાબા ભગવતસિંહ વાઘેલા, મોવિયા 1 બેઠક જયશ્રીબેન મનીષભાઇ ખુંટ, મોવિયા 2 બેઠક સમજુબેન જેન્તીભાઇ રાઠોડ, ઘોઘાવદર બેઠક, જીગ્નેશભાઈ વિલભાઈ ઘેલાણી તેમજ દળવા હમીરપર બેઠક ઉપર ચેતનાબેન નિર્મળભાઈ વાળાને ટીકીટ ફાળવાઇ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.