કોંગ્રેસ ઉમેદવારની બીજી યાદી જાહેર:ગોંડલ 73 વિધાનસભા બેઠક પર યતીષ દેસાઈને ટિકિટ; સમર્થકોએ ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરી

ગોંડલ18 દિવસ પહેલા

ગોંડલ 73 વિધાનસભા બેઠક કોંગ્રેસના યતીષ દેસાઈને આપવામાં આવી. યતીષ દેસાઈ ગોંડલ નાગરીકબેન્કના ડિરેક્ટર છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે યતીષ દેસાઈના નામથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. યતિષ દેસાઈને ફુલહાર પહેરાવી, મો મીઠું કરી, ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

યતિષ દેસાઈએ જણાવ્યું હતું કે, ગોંડલ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની અહિંસાની રાજનીતિ ખતમ કરવા માટે આ પ્રથમ પગથિયું છે અને અહિંસાની રાજનીતિનો અંત આવશે. ભ્રષ્ટાચાર અને ગુંડાગિરીનો અંત આવે એ માટે અમારો વિજય નિશ્ચિત છે. એવું ગોંડલ ની પ્રજા કહી રહી છે. ગોંડલે આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ જ પ્રેમ અને લાગણી આપી છે અને ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે, પરંતુ છેલ્લા દિવસોમાં અને છેલ્લા દસ વર્ષથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે, પ્રજાની હાડ મારીને પ્રજાની જે તકલીફો કોરોના કાળમાં જોઈ, મોંઘવારીના મુદ્દાઓ જોયા, બધા મુદાઓને લીધે પ્રજાનું માનસ બદલાઈ ગયું છે.

લોકમાનસ ભયંકર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ છે અને આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર ચોક્કસપણે બનવાની છે અને ગોંડલ શહેરમાં અને તાલુકામાંથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થશે. NCP ભાજપની આર્થિક તાકાતનો નમુનો છે. NCPનું અહીં લડવાનું કોઈ કારણ હોઈ શકે જ નહીં, પરંતુ કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીની આર્થિક તાકાતનો ઉપયોગ કરી અને આ ઉમેદવાર વધાર્યા છે. અન્ય કોઇ પાર્ટી કે ઉમેદવાર વિશે બોલવું નથી પણ કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...