દિવાળીએ નેતા નશામાં:ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત ત્રણ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા રાત્રી દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

દિવાળી અને નવા વર્ષના તહેવારોની સિઝનમાં પોલીસ દ્વારા રાત્રી દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન દિવાળીની મોડી રાત્રે ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા અને અન્ય બે લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દારૂબંધીનો છડેચોક ભંગ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજકીય નેતા દ્રારા જ તેનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોવાની ઘટના ગોંડલમાં સામે આવી છે. પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર ગોંડલ પોલીસ દિવાળીની રાત્રે ચેકિંગ કરી રહી હતી. દરમિયાન ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતાં. જેમની પૂછપરછ કરતા તેઓ થોથવાતી જીભે જવાબ આપી રહ્યા હતાં. જેથી પંચોની હાજરીમાં તેમની તપાસ કરતા ત્રણેય નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.

ત્રણેયની અટકાયત કરી
દારૂના નશામાં ઝડપાયેલા ત્રણ લોકોમાં એક ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઇ રસીકભાઇ વઘાસીયા (રહે. ગોંડલ વોર કોટડા રોડ રૈયાણીનગર) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓની ઓળખ આશિષભાઇ રસીકભાઇ કુંજડીયા (રહે. ગોંડલ કૈલાસ બાગ-1) અને ચંદુભા અમરસંગ જાડેજા (રહે. ગોંડલ યોગીનગર) તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.