જુગારધામ પર દરોડા:ગોંડલમાં ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા; અંધારાનો લાભ લઇ અન્ય ત્રણ નાશી છુટ્યા

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના હડમતીયા ગામની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઇ વાડીમાલીક સહિત ત્રણ ઇસમો નાસી જતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન પટ્ટમાંથી કુલ રૂ. 69 હજાર 200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મળેલી બાતમી આધારે પોલીસે હડમતીયા ગામની સીમમાં આવેલા ધવલ ભીમજી ગુજરાતીની વાડીમાં દરોડા પાડતા ઓરડીમાં જુગાર રમતા અતુલ બાવનજી અમીપરા રહે.જસાપર તા.જામકંડોરણા, ધર્મેન્દ્ર નારૂ રહે.નાધુ પીપળીયા તા.લોધીકા અને અંકીત મગન પરમાર રહે.નાધુ પીપળીયાને ઝડપી લીધા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડ 16 હજાર 200મના ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ. 69 હજાર 200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન રાત્રીના અંધારાનો લાભ લઇ વાડી માલીક ધવલ ભીમજી ગુજરાતી, ધુસા છગન માવાણી અને આશીષ ભીખા ત્રાડા નાસી જતા તેમને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...