વિવાદ:ગોંડલમાં આધેડ પર મહિલા સહિત ત્રણનો છરીથી હુમલો

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોમા ટોકીઝ વિસ્તારમાં છાશવારે થાય છે માથાકૂટ

ગોંડલના કડિયા લાઈન તેમજ રોમા ટોકીઝ પાસે બિલાડીના ટોપની માફક નોનવેજની લારીઓ અને દુકાનો ખુલી ગયેલી હોય મુરઘીના બીલના પૈસા આપવા બાબતે ભગવતપરાના આધેડ પર ત્રણ શખ્સએ છરી વડે હુમલો કરતાં પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે નોનવેજ બજાર બની ગયેલા રોમા ટોકિઝ વિસ્તારમાં છાશવારે આવી માથાકૂટ થતી રહેતી હોય છે ત્યારે રાજકોટની માફક અહીં પણ નોનવેજ અને ઇંડાની લારીઓ બંધ કરાવવામાં અાવે તેવી લોકોની માગણી બળવતર બની છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર મૂળ પોરબંદરના અને હાલ ગોંડલના ભગવતપરા ખાટકીવાસ ખાતે રહેતા હાજી હનીફભાઇ ઇબ્રાહીમભાઇ બાબી ઉપર મુરઘીના બિલના પૈસા બાબતે રોમા ટોકીઝ પાસે સાયદા બેન સૈયદ, અસપાક સૈયદ તેમજ અલમ સૈયદ સહિતનાઓએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી અસપાક સૈયદે છરીનો ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડતાં પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. બનાવ અંગે હાજી હનીફભાઈના પુત્ર ગુલામ હુસેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...