તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોંડલના ગોમટા ગામમાંથી દારૂની 300 બોટલ સાથે ત્રણ શખ્સની ધરપકડ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઇમ બ્રાંચનો દરોડો , અન્ય 3 ફરાર શખ્સની શોધખોળ શરૂ

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સપેક્ટર અજયસિંહ આર . ગોહીલ ના એ.એચ.ટી.યુ. શાખા રાજકોટ ગ્રામ્યના પો.સબ.ઈન્સ. ટી.એસ. રીઝવી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલી હકિકતના આધારે ગોંડલ તાલુકા ના ગોમટા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે ત્રણ અારોપીને ઝડપી લીધા હતા અને અન્ય ત્રણ સાથીની શોધખોળ ચાલી રહી છે.

દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષભાઈ મુળજીભાઈ સાગઠીયા જાતે અનજાતી. રહે. બીલાલચોક મેઈન રોડ જંગલેશ્વર રાજકોટ, ૨મીજભાઈ મુસાભાઈ મલેક જાતે મુસ્લીમ રહે- કાલાવડ કુંભનાથપરા વિસ્તાર જી. જામનગર , હારૂનભાઈ સતારભાઈ મીર જાતે મુસ્લીમ રહે. બુધનગર શેરી નં. ૩૭ જંગલેશ્વર રાજકોટ ઝડપાયા હતા, તેમજ તોસીફ ઉર્ફ બાંધો અસીમભાઈ ઉમરેટીયા રહે. ગ્રીનપાર્ક જંગલેશ્વર પાસે રાજકોટ, અલ્તાફભાઈ ઠેબા રહે. મેદપરા જી. જુનાગઢ, અજયભાઈ રાજપુત રહે. વડીયા જી. અમરેલી વાળાઓ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

આ દરોડામાં દારૂની બોટલો કિં. રૂ. ૮૯,૭૦૦, કાર કિ. રૂ. ૫૦,૦૦૦, મોટર સાયકલ ૧૫,૦૦૦, રોકડા ૫૨૦૦, મોબાઇલ સહિત કુલ મુદામાલ કિ. રૂ. ૧, ૬૦, ૯૦૦ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી કરનારી ટીમમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સપેક્ટર એ. આર. ગોહીલ તથા એ.એચ.ટી.યુ. શાખાના પો. સબ. ઈન્સ. ટી.એસ. રીઝવી, એલ.સી.બી.ના પો.સબ.ઈન્સ. એસ. જે. રાણા, પો. હેડ. કોન્સ. નિલેશભાઈ ડાંગર, પો. કોન્સ. દીવ્યેશભાઇ સુવા, એ. એચ. ટી. યુ. શાખાના પો. કોન્સ. મયુરભાઈ વિરડા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...