કોમ્પિટિશનના યુગમાં ગ્રાહકને આકર્ષવા મલ્ટીનેશનલ કંપનીથી લઈ નાના નાના ધંધાર્થીઓ પણ ઝઝૂમી રહ્યા છે ત્યારે ગોંડલના ઘોઘાવદર ચોક વિસ્તારમાં એક રિક્ષાચાલકને અન્ય રિક્ષાચાલકે “અહીંથી કોઇ પેસેન્જર ભરવા નહીં, આ ઇલાકો મારો છે “ તેવું કહી ધમકીઓ આપી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જબરાની પાંચશેરી ભારે તે કહેવત અહીં આ રીક્ષા ચાલકે આવું વર્તન કરી સાબીત કરી આપી હતી. પોલીસે તેની શાન ઠેકાણે લાવવા તજવીજ આરંભી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની મોટી બજાર સંઘાણી શેરીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ નું કામ કરતા વિજયભાઈ હકાભાઇ ચૌહાણ ને ભગવત પરા ઘોઘાવદર ચોકમાં બાબુ પાટડીયા નામના રિક્ષાચાલક શખ્સે આવી પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો કરી કહેવા લાગ્યો હતો કે મેં પેસેન્જરને રૂપિયા 40 ભાડું કહ્યું હતું તે શા માટે રૂપિયા 20 ભાડું કહ્યું ? “અહીંથી પેસેન્જર ભરવા નહીં, આ ઇલાકો મારો છે “ તેવું કહી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગુંદાળા ચોકડી ભાડા બાબતે રીક્ષા ચાલકો વચ્ચે આવી રીતે જ બબાલ બાદ મારામારી થવા પામી હતી અને પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.