મેઘ કહેર:મંદિરે તાવો કરવા ગયેલા 32 લોકો ફસાયા

ગોંડલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ પાલિકા પ્રમુખને કોઈએ વીડિયો મોકલી ઘટનાની જાણ કરી

ગોંડલ અક્ષર મંદિર અક્ષર ઘાટના સામેના ભાગે રાજવાડી પાસે આવેલા મેલડી માતાજી મંદિરે ચુનારાવાડમાં રહેતા ચુનારા જ્ઞાતિના કેટલાક લોકો તાવા પ્રસાદ માટે સવારના પહોંચી ગયા હતા દરમિયાન વધુ વરસાદના કારણે ગોંડલી નદી ગાંડીતુર બનતા પૂરનું પાંચથી સાત ફૂટ પાણી મંદિરમાં ઘૂસવા લાગતા 32 લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

આ દરમિયાન કોઈએ વિડીયો શુટીંગ કરી ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયાને જાણ કરતા તેઓ તરવૈયાઓ અને ફાયર ફાઈટરની ટીમને લઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા આ સાથે જ અક્ષર મંદિરના આરુણી ભગત તેમજ અન્ય સંતો પણ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. રેસ્ક્યુ ઓપરેશન 11:00 વાગ્યે શરૂ કરાયું હતું અને ચાર કલાકની જહેમત બાદ અઢી વાગ્યે તમામને સુરક્ષિત બહાર કઢાયા હતા.