તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ગોંડલના 90 પૈકી 32 બૂથ સંવેદનશીલ જાહેર, ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકાશે

ગોંડલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જે વિસ્તારોમાં મારામારીના ગુના નોંધાયા હતા તે તમામ બૂથનો સમાવેશ કરાયો

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના 11 વોર્ડ અને 44 બેઠક માટે ચૂંટણી આયોગ દ્વારા 90 મતદાન મથક પૈકી 32 બુથ ને સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ બૂથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. ગોંડલ નગરપાલિકામાં 46,354 પુરુષ, 43,257 સ્ત્રી અને 7 અન્ય મતદારો મળી કુલ 89,618 મતદારોની સંખ્યા થવા પામી છે. વોર્ડ નંબર ત્રણમાં 10,132 સૌથી વધુ જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર નવ માં 5,970 નોંધાયા છે.

ગત નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારના વિજયી સરઘસ દરમિયાન હારી ગયેલા ઉમેદવાર દ્વારા મારામારી કરવામાં આવી હોય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય જેને ધ્યાને લઇ ભગવતપરા, શિશુવિહાર, ખોજા કબ્રસ્તાન, સરગમ પાર્ક, નાગનાથ આંગણવાડી, પશુ દવાખાના, માંધાતા પાર્ટી પ્લોટ, તાલુકા શાળા નંબર છ, નાની મોટી બજારમાં આવેલી વચલી શેરી, હવેલી શેરી સરવૈયા શેરી, સંઘાણી શેરી, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ, ઘણચોક, તાલુકા શાળા નંબર 16, જયશ્રીનગર તેમજ વિજયનગરની આંગણવાડી સહિત ટોટલ 32 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે.

નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ 90 બુથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવનાર છે. જરૂર પડ્યે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ બુથ ઉપર પોલીસ જવાનો વધારી દેવામાં પણ આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો