તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ગોંડલમાં બંધ મકાન પર ચોરોની નજર ઠરી, રોકડ સહિત 27,300ની ચોરી

ગોંડલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દંપતી સારવાર માટે ભાવનગર ગયું ત્યારે પાછળથી હાથફેરો
 • માતા-પિતાની તબિયત પૂછવા ગયા’ને ચોરોને ધનલાભ

ગોંડલ શહેર પંથકમાં કોરોન ની સાથો સાથ તસ્કરો બેફામ બન્યા હોય સ્ટેશન પ્લોટમાં રહેતા દંપતિ તબીબી સારવાર માટે ભાવનગર ગયા હોય બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા તેમજ ચીજવસ્તુઓ મળી રૂપિયા 27,300 મુદ્દામાલની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સ્ટેશન પ્લોટ પાસે શિશુ મંદિર સ્કૂલ પાસે રહેતા અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા કશ્યપસિંહ નિર્મળસિંહ ઝાલાના માતા પિતાની તબિયત નાદુરસ્ત હોય સારવાર માટે ભાવનગર ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનનો દરવાજો તોડી કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા 20,600, એક કેમેરો, 2 મોબાઈલ સહિતના મુદ્દામાલ કિંમત રૂ 27300 ની ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 380, 454,457 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો