તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડીખમ વિશ્વાસ:‘જીવવા જેવો સમય હજુ બાકી છે’ કહીં વૃદ્ધાએ આપી કોરોનાને માત

મોટાદડવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાદડવાના વૃદ્ધાનો અડીખમ વિશ્વાસ

મોટાદડવા ગામે કોવિડ કેર સેન્ટરમાં ખારચીયાના 88 વર્ષીય માજીએ તેમજ મોટાદડવાના 87 વર્ષીય માજીએ કોરોના ને મ્હાત આપી બોલ્યા હજુ તો જીવવું છે. જીવવા જેવો સમય તો હજુ બાકી છે.મોટાદડવા કોવિડ કેર સેન્ટરમાં ગ્રામજનો કરતાં અન્ય તાલુકાના ગીર સોમનાથ કેશોદ જૂનાગઢ અમરેલી પાલીતાણા ભાવનગર સહીત પંથકના લોકોનો અધિક ઘસારો જોવા મળ્યો હતો. ડૉક્ટર તરીકે સેવા આપતાં ચંદ્રેશ બેલડિયા 12 કલાકથી વધુ સમય આપી દર્દીઓની સારસંભાળ લઈ રહ્યાં છે.

જો કે સાથોસાથ સરપંચ ભુપતભાઈ વાળા માત્ર બે કલાક જ ઉંઘ કરી સતત ખડે પગે સેવા આપી રહયા છે તેમજ તેમની રાહબર નીચે તાલુકા પંચાયત સભ્ય વજુભાઈ ચાવડા, અન્નાભાઈ સુંસરા, ગિરધરભાઈ વેકરિયા, મનુભાઈ લાવડિયા કહે છે ઘરે ગયા બાદ જલદી હોસ્પિટલ જવાની સેવા કરવાની તીવ્રતા રોકી શકતા નથી. આ સઘળી સેવાનું ઉદાહરણ પણ જોવા મળ્યું છે.અહીં 70થી વધુ કોરોના દર્દી મ્હાત આપી સાજા થઈ ચાલીને ઘરે ગયા છે. હાલ આ માજી બિલકુલ સ્વસ્થ સાથે નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...