તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સિદ્ધિ:ઇકો ફ્રેન્ડલી માળા બનાવી યુવાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવી

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિયતમાં વપરાતા પૂઠાંમાંથી બનાવેલા 1200 માળાનું વિતરણ
  • સુલતાનપુરના યુવકે બ્રાવો ઇન્ટરનેશનલ બુકમાં સ્થાન મેળવ્યું

સુલતાનપુરના નવયુવાન દિવ્યેશ કાછડીયા દ્વારા છેલ્લા બે વર્ષથી વિરા ગ્રુપ નામે સ્વચ્છ ભારત અભિયાન, પક્ષી બચાવો અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય જેમનું નામ વેસ્ટમાંથી બેસ્ટ બર્ડ નેસ્ટ નામથી વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. તેમજ ક્લીન ઇન્ડિયા નામથી રેકોર્ડનું નામ નોમિનેશન દિવ્યેશ કાછડીયા નામના યુવાનનું નામ સામેલ થયું છે. સુલતાનપુરમા વિરા ગ્રુપ અત્યાર સુધી મા વેસ્ટ માંથી બનાવેલા 1200થી વધુ ચકલી ના માળા નું ફ્રી મા વિતરણ કરેલ છે. આ ચકલીના માળા તદ્દન ઇકોફ્રેન્ડલી છે. જે ખેત પિયતમા વપરાતા ટપક પદ્ધતિના પૂઠામાંથી બનાવવામાં આવે છે.  

આ કાર્યમા વિરાગ્રૂપના સભ્યો શૈલેષભાઇ ગોંડલીયા, મનોજ ભાદાણી, લાલજી કાછડીયા, મુકેશ બોઘાણી, તેમજ જયદીપ ભાદાણી જોડાયેલા છે, વિરાગ્રૂપ નું આ સેવાકીય કાર્ય હજુ પણ ચાલુ જ છે. આ રેકોર્ડ માટે તારીખ 15 જૂન ના દિવસે ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદની બધી પ્રોસેસ થયા બાદ તારીખ 23જૂન ના દિવસે ઇમેઇલ દ્વારા બ્રાવો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો