તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હડમતાળામાં પૈસાની ઉઘરાણી કરતા યુવાનને છ શખ્સે માર્યો

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 70000ની ઉઘરાણી કરતા શખ્સને માઠું લાગ્યું

હડમતાળા ગામે યુવાને મિત્ર ને રૂપિયા 70,000 હાથ ઉછીના આપ્યા હોય જેની ઉઘરાણી કરતા શખ્સને માઠું લાગતા યુવાનને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રવીણ ભાઈ હમીરભાઈ વાળાએ 5 મહિના પહેલા મિત્ર ઈલિયાસ ઓસ્માણભાઈ પતાણીને રૂપિયા 70 હજાર હાથ ઉછીના આપ્યા હતા જે પરત માંગતા ઇલીયાસ ને માઠું લાગતા તેને અનવર ગફારભાઈ પતાણી, જાવેદ ઈલિયાસભાઈ પતાણી, અનીશ ઈલિયાસભાઈ પતાણી, ગફાર ઉમરભાઈ પતાણી તેમજ સલીમ ગફારભાઈ પતાણી સાથે મળી પ્રવીણભાઈ ને લાકડાના ધોકા વડે માર મારી મુંડી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 143, 147, 149 જી પી એક્ટ કલમ 37, 135 તથા એસ્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો