બેલેન્સ ગુમાવતા યુવક નદીમાં પડ્યો:ગોંડલની પાંજરાપોળના પુલ પરથી યુવક નદીમાં પડ્યો

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108ની ટીમે રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો
  • પાળી પર બેઠો હતો અને અચાનક લપસ્યો

ગોંડલની પાંજરાપોળના પુલ પર એક યુવક પુલની પાળ પર બેઠો હતો તે દરમિયાન અચાનક નીચે નદીમાં ખાબક્યો હતો. આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરી જતાં બનાવના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને કોઇએ 108 ની ટીમને જાણ કરી દેતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેર માં મોવિયા ચોકડી પાસે આવેલ પાંજરાપોળના પુલ ની પાળી પર પ્રકાશભાઈ ચૌહાણ ઉ.વ.40 નામનો યુવાન બેઠો હતો અચાનક નદીમાં ખાબકતા માથાના ભાગે અને હાથમાં ઇજા થવા પામી હતી. 108ની ટીમના પ્રતાપભાઈ વાળાએ નદીમાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને પુલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોંડલ શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. એ યુવક પાળી બેઠો હતો ત્યારે તેણે અચાનક બેલેન્સ ગુમાવ્યું હતું અને નદીમાં ખાબકતા આ ઘટના વાયુવેગે શહેરભરમાં ફરી વળી હતી અને યુવકને આપઘાત કર્યાની શંકાથી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું.

અન્ય સમાચારો પણ છે...