તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:મકાન બનાવવા એકઠી કરેલી અંગત મૂડીમાંથી યુવા તબીબ મોવિયા ગામમાં હોસ્પિટલ બનાવશે

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. રોહિત ભાલાળા - Divya Bhaskar
ડો. રોહિત ભાલાળા
  • અમદાવાદમાં ફરજ બજાવતા યુવાને લાખેણી નોકરી છોડી વતનની વાટ પકડી
  • કોરોનાના કપરા કાળમાં ગ્રામજનોની મદદ કરવા કેર સેન્ટર ખડું કરવા દોડધામ

અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા યુવા તબીબે વતનના દર્દીઓની સેવા કરવા માટે મોવિયાની વાટ પકડી છે અને હાલના કપરા સમયમા યુધ્ધના ધોરણે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કામગીરી આરંભી દીધી છે સાથોસાથ નજીકના ભવિષ્યમાં અહીં હોસ્પિટલ બનાવવાની નેમ સાથે પોતાનું મકાન બનાવવા માટે અનામત રાખેલી મૂડી તેમાં વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોવિયાના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે.

રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોક્ટર લાખોની પ્રેક્ટિસ છોડીને અને પોતાની અંગત બચત કે જે મકાન લેવા માટે ભેગી કરી હતી એ સાથે લઈને ગામડે આવી ગયા છે. ડો.રોહિત ભાલાળાના ધર્મપત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો. ડો.રોહિતના માતાની તો આ હૃદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે.ડો.રોહિતને મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગામના આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવુ કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે. 12 સમિતિઓના સંકલન દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકો માટે અનોખો સેવા યજ્ઞ કોઈ જાતના ચાર્જ વગર ચલાવશે.

મારા ગામના લોકોને કામ ન લાગું તો મારું ભણતર શું કામનુ?
ગામડાના લોકોની દયાજનક સ્થિતિના સમાચાર સાંભળીને મને બહુ જ દુઃખ થતું, અને તેઓને સતત એવું થાય છે કે આટલું બધું ભણ્યો પણ આ ભણતર અને જ્ઞાન જે ગામડામાં ઉછરીને હું મોટો થયો એ લોકોને મુશ્કેલીના અને એની જરૂરિયાતના સમયે કામમાં ન આવે તો ભણેલું શું કામનું ? ગામડાના કોરોનાગ્રસ્ત લોકો માટે મારે કાંઈક કરવું છે. તેવો વિચાર કર્યો અને અમલ પણ.- ડો. રોહિત ભાલાળા

અન્ય સમાચારો પણ છે...