ભાદર ડેમનો અવકાશી નઝારો:ગોંડલના લીલાખા પાસે આવેલ ભાદર -1 ડેમમાં પાણીની આવક થતા સપાટી 23 ફુટે પહોંચી

ગોંડલ12 દિવસ પહેલા

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે આજે ભાદર ડેમ - ૧ની પાણીની સપાટી 23 ફુટે પહોંચી છે. ઓવરફ્લો થવામાં હજુ 11 ફૂટ બાકી છે. રાજકોટ, જેતપુર સહિત સમગ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયમાં પાણીની આવક જોવા મળી ગોંડલ ભાદર - 1 જળાશય 34 ફૂટની છે જ્યારે હાલ ડેમ 23 ફૂટે પહોંચી છે.

ભાદર ડેમના એન્જીનીયર હિરેશ જોષીએ જણાવ્યું હતું કે ભાદર ડેમ - 1 જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર ડેમના નિર્માણનું કાર્ય 1952માં શરૂ થયું હતું, અને 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...