તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ગોંડલ ST બસ સ્ટેન્ડનું પાણીનું પરબ શોભાના ગાંઠિયા સમાન

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરો હવે વધ્યા તો પીવા માટે પાણી નથી

ગોંડલના એસટી બસસ્ટેન્ડ ખાતે બનાવવામાં આવેલા પાણીના પરબને શરૂ કરવાનું તંત્રને યાદ આવતું નથી. હવે લોકોની અવરજવર વધી રહી છે તેમ છતાં પાણીની કુંડી સાફ કરીને ભરવામાં આવતી નથી.

ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે બંધ હાલતમાં પડેલું એસટીનું પાણીનું પરબ ચાલુ કરવા માટે શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી દ્વારા અગાઉ એસ ટી તંત્રને રજૂઆત કરતાં ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ જાણે આ પરબ જાણે શોભાના ગાઠિયા સમાન માત્ર કહેવા પૂરતું ચાલુ કરાયું હોય તેવું જણાઈ આવે છે.

આ અંગે ધર્મેશ બુટાણીએ રિયાલીટી ચેક કરતાં દરરોજ મુસાફરી કરતાં મુસાફરોએ જણાવ્યું હતું કે આ પરબ માત્ર કહેવા પૂરતું ચાલુ છે. અહી પાણી નથી કે પાણી માટે કોઈ કર્મચારી નથી રાખ્યા. રજૂઆત કરવા જાય તો હમણાં પાણી આવશે તેવું કહી દેવામાં આવે છે. પરંતુ કામ હાથ પર લેવાતું નથી. એસ ટી તંત્ર જો મુસાફરોની પ્રાથમિક જરૂરિયાત એવી પાણી ની સગવડતા પૂરી ન કરી શકતું હોય તો બીજી તો કઇ અપેક્ષા રાખી શકાય?!

અન્ય સમાચારો પણ છે...