તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજયસિંહ હત્યા કેસ:ગોંડલનાં યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી હરિદ્વારથી પકડાયા

ગોંડલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બનાવના સવા મહિના બાદ આરોપીઓને ગંગાઘાટ પરથી ઝડપી લેવામાં પોલીસને સફળતા
  • અજયસિંહની હત્યા પોલીસના બાતમીદાર હોવાની શંકાથી 25 એપ્રિલે કરાઇ હતી

ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતાં અને રાજકોટ સ્પા ચલાવતાં ક્ષત્રીય યુવાનની કરપીણ હત્યાનાં બાદ છૂટેલાં હત્યારાઓને પોલીસે આ બનાવનાં સવા મહિના બાદ હરિદ્વારથી ત્રણેયને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.21 ની ગત તા.25 એપ્રીલ નાં તિક્ષણ હથીયાર નાં 30 થી વધુ ઘા મારી નિર્મમ હત્યા કરાઇ હતી. બનાવ બાદ હત્યા કરનારાં સૈનિક સોસાયટીમાં રહેતાં જયવિરસિંહ જયદિપસિંહ જાડેજા, સચીન રસીકભાઈ ઘડુક તથા તીરુમાલા રેસીડેન્સીમાં રહેતાં વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઇ બારડ નાશી છૂટ્યાં હોય તેમને ઝડપી લેવાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી.

દરમ્યાન હત્યારાઓ હરિદ્વારમાં હોવાની બાતમી મળતાં ગોંડલ સીટી પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાન્ચના સહિતની ટીમ હરિદ્વાર દોડી ગઇ હતી.જ્યાં સાદા ડ્રેસમાં હત્યારાઓની શોધખોળ શરૂ કરતાં ભારત માતાનાં મંદિર પાસે ઘાટ પર નજરે પડતાં ત્રણેયને દબોચી લઇ ગોંડલ પરત ફર્યા હતાં.પોલીસે આરોપીઓ નાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

આ હત્યાની ઘટના શું હતી?
ગત જાન્યુઆરીમાં ગોંડલનાં રામદ્વાર પાસે એસટી બસ પર થયેલા પત્થરમારાની ઘટનામાં પોલીસે જયવિરસિંહ સહિતનાને પકડયા હોય પોલીસને અજયસિંહે બાતમી આપી હોવાની શંકા સાથે ખાર રાખી હથિયાર વડે તેની હત્યા કરાઇ હતી.બાદમાં પત્થર સાથે તેનાં મૃતદેહને દોરડાંથી બાંધી નાગડકા રોડ પર કૂવામાં નાખી દેવાયો હતો.પોલીસે એક સગીરને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં હત્યાનો ભેદ ખુલ્યો હતો. ત્રણે આરોપી હરિદ્વાર પહોંચ્યા હતા.અને છેલ્લા 20 દિવસથી અલગઅલગ આશ્રમ અને અન્નક્ષેત્રોમાં આશરો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...