ડ્રોનની નજરે કરો ખોડલધામનાં દર્શન:રોશનીથી ઝગમગી ઊઠ્યું ખોડિયાર માતાનું મંદિર, ભક્તોના આગમનને લઈ 50 હજાર સુખડીનાં પેકેટ તૈયાર કરાયાં

ગોંડલ2 મહિનો પહેલા

ખોડલ માનો જ્યાં સાક્ષાત્d વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાં પણ વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડે છે.

વેકેશનમાં લાખો ભક્તોના આગમનનો અંદાજ.
વેકેશનમાં લાખો ભક્તોના આગમનનો અંદાજ.

રંગબેરંગી લાઈટોથી સુશોભન
દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાનાં હોઈ, વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 350થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામનો સ્ટાફ સેવા બજાવશે.

ખોડલધામ મંદિરનો અદભુત ડ્રોન નજારો.
ખોડલધામ મંદિરનો અદભુત ડ્રોન નજારો.

રાજકોટ અને ગોંડલનાં ભાઈઓ-બહેનો વિશાળ રંગોળી તૈયાર કરશે
દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે, સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. આ પર્વને લઈને ખોડલધામ મંદિરના પરિસરમાં પ્રવેશદ્વાર પર 25 ફૂટની એક વિશાળ રંગોળી અને મંદિર નજીક પણ 20 ફૂટની રંગોળી બનાવવામાં આવશે, જેમાં રાજકોટ ખોડલધામ મહિલા સમિતિની બહેનો અને ગોંડલ ખોડલધામ સમિતિના ભાઈઓ રંગોળીમાં રંગ પૂરશે.

દિવાળી પર્વ પર કાગવડ લાઈટોની રોશનીથી ઝગમગી ઊઠ્યું.
દિવાળી પર્વ પર કાગવડ લાઈટોની રોશનીથી ઝગમગી ઊઠ્યું.

સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે
ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચૂંદડી સહિતનો પ્રસાદ ધરાવીને આરાધના કરતા હોય છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલાં સુખડીનાં પેકેટ તૈયાર કરવામાં આવ્યાં છે. ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેમને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે.

કાગવડમાં ખોડલ માનો સાક્ષાત્ વાસ.
કાગવડમાં ખોડલ માનો સાક્ષાત્ વાસ.

ચેરમેન નરેશભાઈ પટેલની અપીલ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે દિવાળી અને નૂતન વર્ષની સૌકોઈને શુભેચ્છા પાઠવી છે અને દર્શનાર્થીઓ મા ખોડલનાં દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે એવી અપીલ કરી છે.

રાજકોટની મહિલાઓ ખાસ રંગોળી બનાવશે.
રાજકોટની મહિલાઓ ખાસ રંગોળી બનાવશે.
50 હજાર સુખડીનાં પેકેટ તૈયાર કરાયાં.
50 હજાર સુખડીનાં પેકેટ તૈયાર કરાયાં.
અન્ય સમાચારો પણ છે...