ભાર વગરનું ભણતર:શિક્ષકે શરૂ કરી હરતી ફરતી શાળા

ગોંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિતિયાળા નજીક વાડી, વગડામાં રહેતા ધો.1 અને 2ના બાળકોને આપે છે સહજ શિક્ષણ

મીતીયાળા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ અમરેલી જિલ્લાના સાજીયાવાદરના વતની એક કર્મનિષ્ઠ શિક્ષક રાઘવભાઈ કટકિયા નાના બાળકોને રમત-ગમત, પ્રવૃત્તિ સાથે કેવી રીતે ભણાવવા એમાં માસ્ટરી ધરાવે છે. અભ્યાસક્રમને અનુરૂપ એકમ લે ત્યારે એકમને અનુરૂપ એકપાત્ર અભિનય, વિવિધ રમતો, પપેટ શો, ટીચિંગ લર્નિંગ મટીરીયલ, વાર્તા, ગીતો વગેરેની મદદથી અભ્યાસ કરાવે છે.

જેથી બાળકોને સહજ રીતે યાદ રહી જાય અને ખરા અર્થમા ભાર વગરનું ભણતર શરૂ કર્યું છે. આ કાર્યથી સમગ્ર ગુજરાતમાં તેઓ રઘુ રમકડુંના હુલામણા નામે પ્રખ્યાત થયા છે. તેઓ એ ધો-૧/૨ માટે જ શિક્ષણ અનુરૂપ ૬૦ થી ૭૦ બાળગીત અને અભિનય ગીતો બનાવ્યા છે.

બાળકોને અભ્યાસ કરાવવા 6 ટુકડી બનાવી
મીતીયાળા શાળામાં ધોરણ ૧-૨ માં કુલ ૧૦૯ વિદ્યાર્થીઓ છે જેમાં મોટાભાગના વાડી વિસ્તારમાંથી આવે છે. હાલ શાળાઓ બંધ છે ત્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને નાના બાળકોને શિક્ષણ આપવા માટે તૈયાર કર્યા છે જેમાં ભૂતપૂર્વ ૬ ટુકડીઓ બનાવી છે.

પોતાના બાઇક પર જ સ્ટિકર કે હરતી ફરતી શાળા
રાઘવભાઈએ પોતાની બાઈક ઉપર બોડ જ મારી દીઘું છે કે હરતી ફરતી શાળા. ડસ્ટર, ચોક અને બાઈક પાછળ બ્લેક બોર્ડ બાંધી રોજ નીકળી પડે. વાડી વિસ્તારમાં રહેતા ૩૩ વિદ્યાર્થીઓ પાસે જઈને રૂબરૂ શિક્ષણ આપે રાઘવભાઈ બુક, પેન્સિલ કીટ, પણ મફત વિતરણ કરે છે.

ગળોનું વિતરણ કરે
​​​​​​​શિક્ષણ માટે જ નહીં પરંતુ અત્યારે કોરોના કાળમાં એમને ખ્યાલ આવ્યો કે ગળો એ એક એવી વેલ છે જે માનવી માટે શ્રેષ્ઠ ઔષધ છે .બસ ત્યારથી વનવગડામાં જઈ ને ગળોની વેલને લઈ ઘરે સાફ સફાઈ કરી તેના કટકા કરી જરૂરિયાત વાળા દર્દીઓને ફ્રીમાં વહેંચે છે.

અન્ય સમાચારો પણ છે...