તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળમાં સદભાવના:શિક્ષકે એમ્બ્યુલન્સના ડ્રાઇવર બની દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યા

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીમાં મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે ક્યારેક એમ્બ્યુલન્સ હોય પરંતુ ડ્રાઇવરનો અભાવ પણ જોવા મળતો હોય છે. એક કિસ્સામાં ગોંડલના દર્દીને રાજકોટ લઇ જવાના હતા એમ્બ્યુલસ તો હતી પરંતુ ડ્રાઇવર ન હોય શિક્ષકે ડ્રાઇવર બનીને દર્દીને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડ્યા હતા. ગોંડલના જેલ ચોકમાં ખાનગી ક્લાસીસ ચલાવતા રજનીશભાઈ રાજપર ને મિત્રનો ફોન આવ્યો કે મારા મમ્મીની તબિયત બરોબર નથી, ફેફસાંની તકલીફ છે રાજકોટ હોસ્પિટલ ખસેડવા પડશે.

મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની એમ્બ્યુલસ તો છે પરંતુ કોઈ ડ્રાઇવર નથી ત્યારે રજનીશભાઈ રાજપરાએ એક પણ પળ ભરનો વિલંબ કર્યા વગર ઓનલાઇન શિક્ષણ તુરંત જ બંધ કરી એમ્બ્યુલન્સના સારથી બની દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ પહેલા પણ કોરોના પોઝિટિવ ગૌરાંગ માધાણીને ખાનગી વહીકલમાં ગોંડલ થી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે સામાન્ય બિમારી હોય તો પણ દર્દીનો હાથ પકડવા કોઈ રાજી થતું નથી ત્યારે સદાય વિદ્યાર્થી જીવન જીવવામાં માનતા ગોંડલના શિક્ષકે એમ્બ્યુલન્સના ડ્રાઇવરની ભૂમિકા ભજવી ઉમદા માનવ સેવા કરી છે.

અન્ય સમાચારો પણ છે...