તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુવિધા ચલાવી નહીં લેવાય:સુલતાનપુર ST બસ પ્રશ્ને બંધ પાળી આંદોલન છેડશે

ગોંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા અને ગોંડલ તાલુકાના છેવાડે આવેલું સુલ્તાનપુર ગામ જેટલું મોટું એટલું જ દુવિધાઓ મોટી છે. ગામથી જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જવા માટેના તમામ રોડ રસ્તા જર્જરિત છે, સાથે સાથે એસ. ટી. બસના મોટા ભાગના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે આશિર્વાદ સમાન બસ રૂટ કોઇપણ જાતના કારણ વગર બંધ કરી દેવાતા લોકોની સુવિધા છિનવાઇ છે.

જેમાં ખાસ કરી બગસરા ડેપો ની છેલ્લા 25 વર્ષથી ચાલતો રૂટ બગસરા રાજકોટ વાયા સુલ્તાનપુર રૂટને ડેપો મેનેજર ની આડોડાઇથી ઈરાદા પૂર્વક આ રૂટ બંધ કરી દેવા માં આવ્યો છે. બગસરા રાજકોટ રૂટ જૂનો રૂટ તો છે જ પણ તે રૂટ ની બસમાં સુલતનપુર ગામ ના આશરે 30 થી 40 લોકો આ બસ માં નિયમિત ઉપડાઉન કરે છે, જેમાં વ્યાપારીઓ વકીલો અને વિદ્યાર્થીઓને ગોંડલ રાજકોટ તરફ જવા માટેની એક માત્ર આ બસ હતી.

આ અંગે ડિવિઝન કન્ટ્રોલમાં તથા બગસરા ડેપોને ગ્રામ પંચાયત તથા સહયોગ મિત્ર મંડળ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રૂટ ફરી ચાલુ કરવામાં આવેલ નથી, આખરે ગ્રામજનો હવે આંદોલન કરવાના મૂડમાં છે. જોપહેલી ફેબ્રુઆરી સુધીમાં રૂટ શરૂ કરવા માં નહિ આવે તો હવે 5મીથી સુલ્તાનપુર ગામ સજ્જડ બંધ પાળી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે ને તેવી ચીમકી સહયોગ મિત્ર મંડળ જયેશભાઇ દવે દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...