તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બચત એજન્ટે ખાતાધારકોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ સોસા.ના એજન્ટનું કારનામું
  • કાચી ચિઠ્ઠી આપી હતી, ટોળું પોલીસમથકે પહોંચ્યું

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડમાં 15 વર્ષથી ડેઇલી બચતનું કામ કરતા બચત એજન્ટનું કોરોનાના કારણે નિધન થતા બચત કરતા શ્રમિકોએ મૂડી અંગે બેંકે તપાસ કરતા છેતરાયા હોવાનું બહાર આવતા ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું.

ગોંડલના કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાછળ રહેતા કેતનભાઇ ઘુસાભાઇ ભાલાળા 15 વર્ષથી બચત એજન્ટનું કામ કરી રહ્યા હતા. તેનું કોરોનાના લીધે નિધન થયું હતું. બાદમાં સમીમબેન અમીનભાઈ મકરાણી, વર્ષાબેન પપ્પુભાઈ ઠાકોર , ખોળાભાઈ દમજીભાઈ ડાભી, તાજ મહમદભાઈ મકરાણી, જાવેદભાઈ યુશુફભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ યુશુફભાઈ ચૌહાણ, તેજલબેન મિતેશભાઇ દેવીપૂજક, હનીફભાઈ નૂરમામદ ભાઈ પતાણી, હીનાબેન જગદીશભાઈ ચુડાસમા, રાજેશભાઇ વાઘેલા, વિનોદભાઈ વાલજીભાઈ ટુવરિયા અને વાઘેલા વિશાલસિંહ રાજેન્દ્રસિંહ વગેરે ડેઇલી બચત અને ફિક્સ ડિપોઝીટની રકમ અંગે જાણવા બેંકે પહોંચ્યા હતા પરંતુ જવાબ ન મળતા, પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમીમબેન મકરાણીએ અરજી આપતા પીઆઇ જાડેજા, પીએસઆઈ ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...