તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:ગોંડલ નગરપાલિકાના સેનિટેશન વિભાગે વરસાદી પાણીનો નિકાલ કર્યો

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગટરના ઢાંકણાઓ ખોલી વરસાદી પાણીનો નિકાલ કર્યો. - Divya Bhaskar
ગટરના ઢાંકણાઓ ખોલી વરસાદી પાણીનો નિકાલ કર્યો.
  • વરસાદી પાણી ન ભરાય તે માટે ચાલુ વરસાદે માર્ગો પર કચરો હટાવી ગટરના ઢાંકણા ખોલ્યા

ગોંડલ શહેરમાં મેઘ મહેર થવા સાથે રાજમાર્ગો પર વરસાદી પાણી ન ભરાય તેની તકેદારીના ભાગ રૂપે સેનિટેશન શાખાના કર્મચારીઓએ ચાલુ વરસાદે પાણીનો નિકાલ કર્યો હતો.

ચાલુ વરસાદે ગોંડલના નાની મોટી બજાર, માંડવી ચોક, ગુંડાલા દરવાજા, જેલચોક તેમજ પાંજરાપોળ પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય મંગળવારે રાત્રે અને બુધવારના સચરાચર વરસાદ વરસવાનું શરૂ થતાં લોકોને વરસાદી પાણી ભરવાની હાડમારી ભોગવવી ના પડે તે હેતુથી નગરપાલિકા સેનિટેશન શાખાના ચેરમેન હંસાબેન માધડના પ્રતિનિધિ અનિલભાઈ માધડ દ્વારા સેનિટેશન શાખાની ટિમને એલર્ટ કરાઈ હતી પાણી ભરાતા વિવિધ વિસ્તારમાં કર્મચારીઓને ખડે પગે રાખી ગટરના ઢાંકણાઓ ખોલી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ માટે સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા, સબ ઇન્સ્પેક્ટર ચિરાગભાઈ શ્યારા અને ચંદુભાઈ ચાવડા સહિતના ઓ એ પણ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...