વાઇરલ બીમારીઓ:ગોંડલમાં ડેંન્ગ્યુનો વધતો કહેર, દવાખાના દર્દીઓથી ઊભરાયા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિશ્ર ઋતુના લીધે વાઇરલ બીમારીઓ પણ વધી

ગોંડલમાં કોરોનાનો કહેર હજુ ભુલાયો નથી, ત્યાં ડેંગ્યુએ ફુંફાડો મારતાં અને ઘરે ઘરે માંદગીનાં ખાટલા મંડાયા હોય લોકો ભયભીત બન્યા છે. શહેર છેલ્લાં કેટલાક દિવસથી ડેંગ્યુગ્રસ્ત બન્યું છે. ઋતુ બદલાતાં સિઝનલ બિમારી ડેંગ્યુ સુધી પહોંચી છે.હાલમાં દિવસે ગરમી અને સમી સાંજ બાદ ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. આથી ડબલ ઋતુના લીધે વાયરલ બીમારીઓએ પણ માથું ઉંચક્યું છે. તેવામાં શહેરમાં ડેંગ્યુના વધતા કહેરના લીધે લોકોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ આરોગ્ય અધિકારીઓ અને તબીબો પણ મચ્છરોથી સાવધ રહેવા તાકીદ કરી રહ્યા છે.

સિવીલ હોસ્પિટલ સહિત શહેરની ખાનગી હોસ્પિટલો ડેંગ્યુનાં દર્દીઓથી ઉભરાઇ છે. શહેરની ડો.રાદડિયા હોસ્પિટલમાં છેલ્લા દશ દિવસમાં સો થી વધુ દર્દીઓને ડેંગ્યુ ડિટેક્ટ થયો હોઇ, સારવાર લેવી પડી છે.શહેરનાં ડો.કે.બી.રાદડિયાએ જણાવ્યું હતું કે એડીસ ઇજિપ્ત નામનાં મચ્છરો ડેંગ્યુ ફેલાવે છે.આ મચ્છર ચોખ્ખા પાણીમાં બેસે છે.

ઘરમાં સ્ટોરેજ માટે પાણીનાં ટાંકા કે વાસણોમાં ભરી રાખેલું પાણી ખુલ્લું રાખવું હિતાવહ નથી. ડેંગ્યુગ્રસ્ત દર્દીઓમાં પ્લેટનેટ કાઉન્ટનો જબરો ઘટાડો થાય છે.વધુ પ્રમાણ માં ઘટાડો થાય તો મગજ કે આંતરડાનાં હેમરેજનું જોખમ સર્જાય છે, આથી આ સ્થિતિ નિવારવી જ રહી. તાવ,ટાઢ સાથે માથાનાં દુખાવા જેવાં લક્ષણોને ગંભીરતાથી લઈ તાકીદે સારવાર માટે હોસ્પિટલ કે દવાખાે પહોંચી જવા તબીબોએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...