ગોંડલનાં ભોજરાજપરામાં રહેતા અને નાગરિક બેંકમાં નોકરી કરતા મિલન સાટોડિયા ઉંમર વર્ષ 34ને પરોઢિયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાંથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિણામે તેમનો પંખીનો માળો વિખાઈ જવા પામ્યો હતો. આવી જ રીતે માંડવી ચોકમાં સાવરણા સાવરણી જેવી ઘરવખરીની દુકાન ધરાવતા સંદીપ જાની નામના યુવાન દુકાન ખોલીને બેઠા ત્યાં જ તેમને તીવ્ર હાર્ટ એટેકનો હુમલો આવતા તેમનું પણ મોત નિપજ્યું હતું. એવું નથી કે આવી ઘટનાઓ પહેલા ક્યારેય બની નથી. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જે દરે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 6 હાર્ટએટેકના પી.એમ થયા
35 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બની ચૂક્યા છે. જેમાં જગદીશ સીસોદીયા ઉ.વ.60, શિયાળ રાજેશભાઈ ઉ.વ. 49, કમીબેન સોલંકી ઉ.વ. 70, રામાણી ભીખા ઉ.વ. 37, અવધેસિંહ ગોંડલીયા ઉ.વ. 54નો સમાવેશ થાય છે. હાલમાં દર બીજા-ત્રીજા દિવસે હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે. તે માત્ર ચિંતાજનક જ નથી, પરંતુ સરકાર અને આરોગ્ય સેવાઓના લોકો દ્વારા ઊંડાણપૂર્વકના અભ્યાસની જરૂરિયાતને પણ રેખાંકિત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.