ટ્રાફિક સમસ્યા:ગોંડલમાં આડેધડ ખડકાયેલા દબાણથી ટ્રાફિક જામની સમસ્યા, ચાલકો પરેશાન

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલ ચોક, જેતપુર રોડ, ગુંદાળા રોડ અને બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા

મહારાજા સર ભગવતસિંહજીના ગોંડલના રોડ-રસ્તાઓ વિશ્વ વિખ્યાત છે ત્યારે વસ્તી અને વ્યાપ વધવાની સાથે વાહન વ્યવહાર પૂરજોશમાં વધી રહ્યો હોય શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર દિવસ દરમિયાન અનેકવાર ટ્રાફિકજામ સર્જાતો હોય ચાલકો પરેશાન થઇ ગયા છે ગોંડલ શહેરના પાંજરાપોળ, જેલ ચોકથી લઇ ત્રણ ખૂણીયા જેતપુર રોડ પર દિવસ દરમિયાન અનેકવાર ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે આવી જ પરિસ્થિતિ બસ સ્ટેન્ડ, ગુંદાળા ફાટકથી ગુંદાળા ચોકડી સુધીના રોડ પર સર્જાઇ રહી છે ત્યારે આ ટ્રાફિકજામ થવાનું મુખ્ય કારણ શહેરના રાજમાર્ગો પર મોટાભાગનું દબાણ ગણવામાં આવી રહ્યું છે.

ઇલેક્ટ્રિકટ્રોનિકસના શોરૂમ સંચાલકો, મોબાઈલ - રેડીમેડ ગારમેન્ટના વેપારી દ્વારા ફૂટપાથની બહાર રોડ પર મોટા મોટા બોર્ડ મૂકવામાં આવ્યા હોય જે મુખ્યત્વે ટ્રાફિકને અડચણરૂપ થાય છે આવી જ રીતે ખાણીપીણી અને ફ્રુટની લારીઓ પણ ફૂટપાથની નીચે રોડ પર ઉભી રહેતી જેથી ટ્રફિક સર્જાતો હોય પાલિકા તંત્ર દ્વારા આ લારીઓ માટે અલગ ઝોન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવે તો તે સર્વના હિતકારક નિર્ણય થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...