તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ગોંડલ સ્મશાનમાં એપ્રિલ કરતા મે માસમાં અગ્નિસંસ્કારનો આંક ઘટ્યો

ગોંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કેસ ઘટતાં લોકોએ રાહત અનુભવી
  • કોવિડ, નોન કોવિડ મળી 295 લોકોની અંતિમ વિધિ થઇ

કોરોનાની બીજી લહેરના એપ્રિલ મહિનામાં મેટ્રો સીટીની માફક યમરાજાએ ગોંડલમાં પડાવ કર્યો હોય તેમ મુક્તેશ્વર સ્મશાન ગૃહે 425 અગ્નિસંસ્કારનો આંક નોંધાતા લોકો તોબા પોકારી ગયા હતા. પરંતુ મે મહિનામાં કોરોના હળવો પડતા મૃત્યુ દર પણ ઘટ્યો હોય મે મહિનામાં 295 લોકોના અગ્નિ સંસ્કાર થયા હતા. જો કે ગત માસ કરતાં આ અાંક ઓછો હોઇ લોકોને અાંશિક રાહત મળી હતી.

મુક્તેશ્વર સ્મશાન ગૃહે એપ્રિલ મહિનાની સરખામણીમાં મે મહિને મૈયત આવવામાં થોડી રાહત રહી હતી. એપ્રિલમાં મૈયતનો આંક પર 425 પહોંચ્યો હતો. જ્યારે મે મહિને અગ્નિસંસ્કારનો આંક 295 એ અટકતા લોકોએ રાહત અનુભવી હતી. કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે પહેલી અને બીજી લહેરે લોકોની કમર ભાંગી નાખી છે ત્યારે ત્યારે ત્રીજી લહેરની સામે ટકી રહેવા તકેદારી રાખવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...