બુટલેગરને વડોદરા જેલ હવાલે કરાશે:ગોંડલમાં વિદેશી દારૂનો વેપલો કરનારા આરોપી વિરૂધ પાસા હેઠળની દરખાસ્તને મંજૂર મળી

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી

ગોંડલ મોટી બજાર બાવાબારી શેરીમા રહેતો અને અવારનવાર ઇગ્લીશ દારુનામાં પોલીસના હાથે પકડાયેલ નિલેશ ઉર્ફે કાલી મોહનભાઇ મકવાણા (ઉં.વ.26)ની ગેરકાયદેસરની પ્રવૃતી અકુંશમા લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેના વીરૂધ્ધ પોલીસે પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને મોકલી આપતા તેને મંજૂરી મળી છે. પોલીસે ઉપરોક્ત શખ્સની પાસા તળે અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે પાસાના કાયદા હેઠળ દરખાસ્ત કરી હતી
ગોંડલનો બુટલેગર વિદેશી દારૂના વેપલામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પોલીસે પાસાના કાયદા હેઠળ દરખાસ્ત કરતા કલેક્ટરે મંજૂરી આપી છે. આ કાર્યવાહી કરવામાં પી આઇ એમ.આર.સંગાડા, હરેન્દ્રસિંહ, રાજદીપસિહ, જયદીપસિહ, કુલદીપસિહ, યુવરાજસિંહ, વાઘાભાઇ, શક્તિસિહ સહિતની સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...