સરાહનીય કામગીરી:ગોંડલના 6 વર્ષના બાળકનો સારવારનો ખર્ચ ધારાસભ્યે ઉઠાવ્યો

ગોંડલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીમારીમાં બચત વપરાઇ ગઇ’તી
  • ગાંઠ પેટમાં ફેલાતા સ્થિતિ નાજુક હતી

ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના છ વર્ષનું બાળક બીમાર પડતા નાની મોટી સારવાર કરાવી હતી જે ઘરમાં બચતની રકમ હતી તે પણ પૂર્ણ થઇ ગઇ અને અને બાળકના રોગનું સચોટ નિદાન પણ થતું ન હતું અને બાળકની તબિયત વધારે બગડી હતી.

આવી વિપરીત પરિસ્થિતિમાં રાજેશભાઈએ યુવા નેતા ગણેશસિંહ જાડેજા તથા નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો અને ગોંડલની રામ હોસ્પિટલમાં તેનું નિદાન કરાવ્યું હતું. તો જાણવા મળ્યું કે બાળકને એપેન્ડિક્સની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયો છે. તાત્કાલિક પાંચ કલાકમાં ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી. અને બાળકને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.

આ તમામ સત્ય હકીકત જાણતા ધારાસભ્યનું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું અને ખાનગી હોસ્પિટલનો તમામ ખર્ચ આપવા તૈયારી દર્શાવી હતી આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા આપતા જ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાતે દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...