દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો:ગોંડલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સને સાતવડી ગામેથી પકડી પાડ્યો

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરમાં રહેતી સગીરાનું અપહરણ કરી એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં દુષ્કર્મ આચરનાર શખ્સને ભયાવાદરના સાતવડી ગામેથી શહેર પોલીસે ઝડપી પાડ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોડંલ શહેરમાં રહેતી એક 14 વર્ષની સગીરાનું અપહરણ કરી ભરત બાબુભાઈ નિરંજની નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતુ. જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. જે ફરિયાદ મુજબ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી ભરત નિરંજનીને ગણતરીની કલાકોમાં ભયાવાદરના સતાવડી ગામેથી ઝડપી પાડ્યો હતો. સગીરા અને આરોપી ભરત બંને એક કારખાનામાં મજૂરી કામ કરતાં હતા. જેમાં એકબીજાની આંખો મળી હતી ત્યારબાદ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને આરોપી અવારનવાર સગીરાની ઘરે જતો અને ફોન પર વાત કરવાનું ફરિયાદીને જાણવા મળતાંજ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...