ગોંડલ માર્કેટિંગ યાર્ડનું જાહેરાનામું:ગુજરાત રાજ્યનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવારને લઈને 6 દિવસ બંધ રહેશે

ગોંડલ2 મહિનો પહેલા

દિવાળીના તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલું કે આગામી દિવાળીનો તહેવારના કારણે યાર્ડનું કામ કાજ બંધ રહેશે​​​​​.​ યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતના એ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે.

દિવાળીના તહેવારને લઈને 6 દિવસ ગોંડલ માર્કેટયાર્ડ રહેશે બંધ
તા. 23- 10 - 2022 રવિવાર.
તા. 24- 10 - 2022 સોમવાર દિવાળી.
તા. 25- 10 - 2022 મંગળવાર બેસતું વર્ષ.
તા. 26- 10 - 2022 બુધવાર ભાઈબીજ.
તા. 27- 10 - 2022 ગુરુવાર ત્રીજ.
તા. 28- 10 - 2022 શુક્રવાર ચોથ આ 6 દિવસ ગોંડલ માર્કેટયાર્ડનું કામ કાજ બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...