તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેરડી કુંભાજી ગામની ઘટના:ગેસ સિલિન્ડર લાવવાનું કહેતા પતિએ પત્ની-સાળીને લમધાર્યા

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાળીને માર મારી જાહેરમાં કપડાં ફાડી નાખી છેડતી કર્યાની ફરિયાદ

પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા દરેક પરિવારમાં બનતા હોય છે, પરંતુ દેરડીકુંભાજી ગામે પત્નીએ કામ ચીંધતા મરદ મુછાળા પતિનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો હોય પત્નીને લમધારી નાખી ઓડીસાથી આવેલી સાળીને જાહેરમાં માર મારી કપડા ફાડી નાખી છેડતી કરતા ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે પત્ની અને સાળીની ફરિયાદને ધ્યાને લઇ કાર્યવાહી હાથ ધરી છે.

દેરડીકુંભાજી ગામે જકાતનાકા પાસે રહેતા ગંગાબેન સંજયભાઈ ચાવડાએ તેમના પતિ સંજય વિરુદ્ધ ઢીકા પાટુનો બેરહેમી પૂર્વક મારી ઇજા પહોંચાડવાની સાથે ઓડીસાથી આવેલ સાળી પ્રતિમા તાંડીને ઢસડીને ઘરની બહાર લઈ જઈ જાહેરમાં માર મારી કપડા ફાડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગંગા બેને પોલીસને જણાવ્યું હતું કે ઘરમાં ગેસનો બાટલો ખાલી થઈ ગયેલો હોય તેઓએ તેના પતિને ગેસનો બાટલો લેવા જવાનું કહેતા તેને ગમ્યું ન હતું અને પોતાને કામ કેમ ચિંધ્યું તેમ કહીને પત્ની અને સાળીને લમધારી નાખ્યા હતા અને સાળીના કપડા ફાડીને જાહેરમાં છેડતી કરી હોવાની ફરિયાદ દાખલ થતાં કાર્યવાહી આરંભાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો