સત્કાર્ય:ગોંડલની બહેનો છેલ્લા 10 વર્ષથી કીડીને કણ પહોંચાડવાની સેવા કરે છે

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા મંડળી નારિયેળમાં કીડિયારુ ભરીને વનવગડા તેમજ અંતરિયાળ વિસ્તારમાં જ જાતે જ મૂકવા પહોંચી જાય છે. - Divya Bhaskar
મહિલા મંડળી નારિયેળમાં કીડિયારુ ભરીને વનવગડા તેમજ અંતરિયાળ વિસ્તારમાં જ જાતે જ મૂકવા પહોંચી જાય છે.
  • નારિયેળમાં કીડિયારું ભરીને વનવગડામાં મૂકી આવવાની પરંપરા જાળવી રાખી

ગુજરાતીમાં કહેવત છે કે હાથીને મણ અને કીડીને કણ મળી જ રહે છે. પરંતુ આજના જમાનામાં જીવદયા માટે થોડો સમય કાઢવો પણ કઠિન હોય છે., દરેક જીવની આ રીતે સેવા કરવાનું સદભાગ્ય બધાના નસીબમાં હોતું નથી ત્યારે ગોંડલ પાલિકાના પૂર્વ સદસ્યા અને તેમના સાથી બહેનો દ્વારા દસ વર્ષથી નારિયેળમાં કીડીયારું ભરીને વનવગડામાં મૂકી આવવાની સેવા ચલાવાઇ રહી છે.

ગોંડલમા નગર પાલિકાના માજી સદસ્યા દ્વારા’ હાથીને મણ કીડી ને કણ’ ની સેવા સાર્થક થઈ રહી છે. છેલ્લા દશ વર્ષથી નારીયેળ મા કીડીયારુ ભરીને કીડીઓને ભોજન અપાઇ રહ્યુ છે અને એ રીતે મહિલાઓ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી જીવસેવા કરી રહ્યા છે. શહેર ના ભોજરાજપરામાં રહેતા નગર પાલીકાના માજી સદસ્યા પ્રવિણાબેન વઘાસીયા સુક્ષ્મ ગણાતી કીડીઓ માટે સરાહનીય કાર્ય કરી રહ્યા છે.

નારીયેળમા છીદ્ર બનાવી લોટ તથા ગોળનુ મિશ્રણ બનાવી જેને કીડીયારું કહી શકાય તે ભરી વૃક્ષોના થડ,કાંટાળી વાડ અથવા જ્યાં કીડીઓ હોય ત્યાં કીડીયારુ ભરેલા નારીયેળ મુકી કીડીઓ માટે કણ ની સેવા આપી રહ્યા છે.આ કાર્યમા તેમના પતિ જયસુખભાઇ (ભાણાભાઈ)વસંતભાઈ માંડવીયા, હેતલબેન મકવાણા, મનીષભાઈ મકવાણા મદદરૂપ બની રહ્યા છે.છેલ્લા દશ વર્ષ થી ચાલી રહેલી આ સેવા મા સીમ સીમાડે કે જ્યાં કીડીઓ નજરે પડતી હોય ત્યાં આ કીડીયારુ પહોંચતુ થાય છે.આ કાર્યની પ્રેરણા અન્ય લોકો સુધી પણ પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...