સંસ્કૃતિ:ગોંડલના દંપતી પાસે છે અલભ્ય ચીજોનો ખજાનો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંપતીનું ઘર જાણે મ્યુઝિયમ જ જોઇલો. - Divya Bhaskar
દંપતીનું ઘર જાણે મ્યુઝિયમ જ જોઇલો.
  • ઢળતી ઉંમરે પણ સતત પ્રવૃત્તિશીલ વૃદ્ધ દંપતી શીખ આપે છે કે, એકલતાથી કંટાળવું નહીં

આપણી પ્રાચીન વિરાસતથી આજની યુવા પેઢી પરીચીત ન હોય કારણ કે મોબાઈલ ડિઝિટલ સાથેના ઈન્ટરનેટનાં યુગમાં ગુગલ કે ટીકટોકમાં રચ્યું પચ્યું રહેતું યુવાધન આપણી મૂળ સંસ્કૃતિ પ્રત્યે દુર્લક્ષ રહ્યું છે. આપણો પૂર્વ ઈતિહાસ જણાવે છે કે આપણા પૂર્વજો કલા પ્રત્યે શોખીન હતા. એન્ટીક ચીજવસ્તુઓનું કલેકશન જોઈએ તો ઘર વિપરાશની વસ્તુઓ કલાત્મક શૈલી ધરાવતી હતી. નાની દિવડીથી લઈ મોટા નાઈટ લેમ્પ તાલા કુંચીથી લઈને અન્ય ચિજ વસ્તુઓ જાજરમાન પ્રભાવ દાખવતી, રજવાડાઓમાં એન્ટીક વસ્તુઓ આજે પણ રાજમહેલની શોભા બની શોભી રહી છે.

ઘરમાં જ એન્ટીક કલેકશન સાથે નું એક અદભૂત મ્યુઝિયમ શોભાયમાન બન્યું
આજે અહીં વાત કરીએ ગોંડલના ચંદુભાઈ પટેલની જેમનું ઘર કલાત્મક ચીજ વરતુઓનું જાણે મ્યુઝિયમ બન્યું છે. સોથી પણ વધુ વર્ષ જૂની એન્ટીક વસ્તુઓ ચંદુભાઈના ઘરમાં સંચવાયેલી પડી છે. ચંદુભાઈ પટેલ સેવાકીય પ્રવૃત્ત માણસની છાપ ધરાવે છે, પંડીત રામશર્મા આચાર્યના વિચારોથી પ્રભાવિત થઈ ૧૯૮૦માં ગોંડલ વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ટ્રસ્ટની રચના કરી બસ સ્ટેન્ડ પાસેનાં ગાયત્રીનગરમાં ગાયત્રી માતાના મંદિરનું નિર્માણ કર્યું, અમદાવાદમાં એલીસ બ્રિજ નીચે ભરાતી ગુજરી બજારથી માંડીને ભાવનગર, શિહોર, ઢાંક, જૂનાગઢ કે રાજકોટની રખડપટ્ટી કરી અઢળક વસ્તુઓ ખરીદી એકઠી કરી, કેટલાંક સ્નેહી સંબંધીઓ દ્વારા પણ અલભ્ય વસ્તુઓ ભેટ રૂપે મળી અને ઘરમાં જ એન્ટીક કલેકશન સાથે નું એક અદભૂત મ્યુઝિયમ શોભાયમાન બન્યું ચંદુભાઈ પટેલનાં એન્ટીક કલેક્શનમાં સંખ્યાબંધ પ્રાચીન વસ્તુઓ વિવિધતાથી ભરેલી છે. જેમાં અનેક પ્રકારની કલાત્મક ચમચીઓ, સુડીઓ, તાળા અને ચાવીઓ, મુખવાસદાની, ફાનસ, દિવડા, બોલપેન, ઢીંચણીયા, ગ્રામોફોન, તાંબા પિતળની કુંડીઓ, લોટી, અલગ અલગ ચલણ, કરન્સી નોટ, વિવિધ સિકકાઓ, મૂર્તિઓ, હાર્મોનિયમ, અલગ અલગ પ્રકારનાં શો પીસ લેમ્પ, ઢોલીયા સહિત અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

દંપતીએ 7,000 વૃક્ષ ઉછેર્યા
ચંદુભાઈ અને તેના પત્નિ જયશ્રીબેન વૃક્ષપ્રેમી છે. અત્યાર સુધીમાં તેમના વતન, પાટીદડ, મોવિયા, વાંસાવડ, દરડી, સુલતાનપુર, ચોરડી અને ગોંડલમાં સાત હજાર વૃક્ષો વાવીને ઉછેર કર્યો છે, તેમના ઘરનાં બહું મોટુના કરી શકાય તેવા ફળીયામાં ૧૩૦ જેટલા અલગ અલગ વનસ્પતિઓનાં છોડ રોપેલા કુંડા છે. પતિ પત્નિ બંને પાણીપાવાથી લઈને આ છોડનું જતન કરે છે.

અન્ય સમાચારો પણ છે...