દુષ્કર્મ આચર્યું:યુવતી પર ગામના જ શખ્સે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યું, ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં બનાવ બન્યો

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ,જેતપુરની ગેસ્ટહાઉસમાં કૃત્ય આચર્યું

ગોંડલ તાલુકાના ચોરડી ગામે આંબેડકર નગરમાં રહેતી યુવતીને ગામના જ શખ્સે લગ્નની લાલચ આપી ગોંડલ - જેતપુરનાં જુદા જુદા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અનેક વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચોરડી ગામે રહેતી યુવતીએ તાલુકા પોલીસ મથકમાં કૈલાશ ભીમજીભાઇ દાફડા રહે ચોરડી વાળાઓ વિરુદ્ધ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 376 બે મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કૈલાશ ભીમજીભાઇ દાફડા ગોંડલમાં આવેલા અમૃત ગેસ્ટ હાઉસ અને જેતપુરમાં આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં અનેક વખત લઈ ગયો હતો અને જબરજસ્તીથી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી ગોંડલ તાલુકા સહિત ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...