• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • The Former MLA Said With A Shout Among The 182 Legislative Assemblies, The Congress free Gondal Legislative Assembly Is The First Lotus To Bloom From Here.

ગોંડલમાં ગૌરવ યાત્રાનુ દબદબાભેર સ્વાગત:પૂર્વ ધારાસભ્યએ લલકાર સાથે કહ્યું-182 વિધાનસભા પૈકી કોંગ્રેસ મુકત ગોંડલ વિધાન સભા છે, પહેલુ કમળ અહીંથી ખીલશે

ગોંડલ2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતની પ્રજા સુધી પહોંચવા અને તેના કામોની પ્રચાર રૂપી ગૌરવ યાત્રા શરૂ કરી છે. ગુજરાતમાં ગૌરવ યાત્રા ગામે ગામ અને શહેર શહેર ફરી રહી છે. ત્યારે આ ગૌરવ યાત્રા આજે સવારે ગોંડલ આવી પોહચી હતી જેનું યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) સહિતના ભાજપીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ગોંડલ સુરેશ્વર ચોકડીથી હોસ્પિટલ ચોકથી માંડવી ચોક સુધી ભાજપ પરિવાર દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો રેલીમાં જોડાયા હતા. ત્યાર બાદ માંડવી ચોકમાં જાહેર સભાનું આયોજન પણ કરાયું હતું.

ભાજપની ગૌરવ યાત્રા ગોંડલ પહોચી ત્યારે માંડવી ચોકમાં યોજાયેલ જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિહ શેખાવતે કેજરીવાલને આડેહાથ લઈ મદારી કહ્યા હતા. તેમણે કહ્યુ કે, દિલ્હીથી એક મદારી ગુજરાતમાં આવ્યો છે પણ તેની ડુગડુગી ગુજરાતની જનતા નહી સાંભળે. લોકોએ આ માણસને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવામાંથી તગેડી મુક્યો છે, ગુજરાતમાં પણ એજ હાલત થશે. વધુમાં શેખાવતે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની તકદીર અને તસ્વીર બદલી છે. તેમણે વર્ષ 2002થી કરેલા વિકાસ અને ઉન્નતિના લેખાજોખા સાથે હિસાબ આપવા ગૌરવ યાત્રાનું આયોજન કરાયુ છે. શેખાવતે કોંગ્રેસની પણ ઝાટકણી કાઢી કહ્યુ કે, છેલ્લા 27 વર્ષથી જનતાએ કોંગ્રેસને સતા બહાર કરી મુકી છે, તેનુ કારણ આજેય કોંગ્રેસ શોધી શકી નથી.

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યુ કે, કોંગ્રેસની સરકાર સમયે 4500 ગામડાંઓમાં ટેન્કરથી પાણી પહોંચતા ભાજપ સરકારે દોઢ લાખ કી.મી. પીવાના પાણીની પાઇપલાઇન નાખી છે. નર્મદાનુ પાણી વેડફાઇને દરિયામાં જતું હતું નરેન્દ્ર મોદીએ સૌની યોજના દ્વારા 115 ડેમ છલોછલ કરી પાણીના દુષ્કાળને ભુતકાળ બનાવ્યો છે. તેમણે કહ્યુ કે, આગામી ચૂંટણીઓમાં બહુમતી સાથે ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર સતા ગ્રહણ કરશે, જે દેશમાં રેકર્ડ ગણાશે.

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના સાશનકાળમાં સીમાં ચોરીઓ ખેડૂતોની ઉંઘ હરામ કરી દેતી એ સમયે પોરબંદર સહિત ગુંડાગીરી ફુલીફાલી હતી. ત્યા સુધી કે જેલમાં ગુંડાઓને કોંગ્રેસ ટીફીન પહોચતું કરતી હતી. 27 વર્ષ પહેલાના કોંગ્રેસના કરતુતોને ગુજરાત ભુલ્યુ નથી. ડો.બોઘરાએ આયુષ્યમાન કાર્ડ સહિત રાજ્ય સરકારની સિધ્ધીઓને વર્ણવી હતી.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લલકાર સાથે કહ્યુ કે, 182 વિધાનસભા પૈકી કોંગ્રેસ મુકત ગોંડલ વિધાન સભા છે, પહેલુ કમળ ગોંડલથી ખીલશે. આ ગૌરવ યાત્રા સવારે સુરેશ્વર ચોકડી પહોંચી ત્યારે તેનુ દબદબાભેર સ્વાગત કરાયુ હતું. બાદમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બાઇકરેલી સાથે ગૌરવ યાત્રામાં સામેલ થઈ માંડવીચોક પહોચ્યાં હતા. ભગવતપરા સહિત માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ. ઠેરઠેર ભાજપની ઝંડીઓ, બેનર દ્વારા શણગાર કરાયો હતો.

આ આયોજનને સફળ બનાવવા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ની આગેવાની હેઠળ પ્રવિણભાઈ રૈયાણી, ઓમદેવસિંહ જાડેજા, ગૌતમ સિંધવ સહિત પાલીકા સદસ્યો, અશોક પિપળીયા, અલ્પેશ ઢોલરીયા, પ્રફુલ ટોળીયા, પિન્ટુ ચુડાસમા, અશોક પરવાડીયા, ભાર્ગવ આંદિપરા, યુવા ભાજપના રવિ કાલરીયા, જયદિપસિંહ જાડેજા, સમીર કોટડીયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...