ગોંડલમાં આકાશી આફત:ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગી, ફાયર વિભાગની ટીમે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી

ગોંડલ18 દિવસ પહેલા

રાજ્યભરમાં મેઘરાજાએ વિરામ બાદ ફરી એન્ટ્રી મારી છે, ત્યારે હવે મેઘરાજા સાથે આકાશી આફત પણ આવી છે. ગોંડલમાં વાળધરી ગંજીવાડા ડેપો ખાતે આવેલ ફોરેસ્ટના ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગવાની ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ ગોડાઉનમાં 2 લાખ કિલો જેટલું ઘાસ ભરેલું હતું. જે ફોરેસ્ટ વિસ્તારની વિડીમાંથી ઘાસ ભર્યું હતું. હાલ આગની જાણ થતા ગોંડલ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...