તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્વાસ છીનવાયા:રાજકોટની હોસ્પિટલની આગ ગાેંડલ, જસદણના નિવૃત્તોની જિંદગી પર કાયમી પૂર્ણવિરામ મુકતી ગઇ, જે હોસ્પિટલમાં સાજા થવા માટે કૃત્રિમ શ્વસોશ્વાસ મળ્યા એ જ આઇસીયુ બન્નેની કબર બની ગયું

ગોંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના કૈલાશ બાગ સોસાયટીમાં રહેતા અને છેલ્લાં દસ વર્ષથી નિવૃત જીવન જીવતા રસિકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉંમર વર્ષ 69) કોરોના પોઝિટિવ આવતા રાજકોટ સારવારમાં ખસેડાયા હતા અને ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ થવાના હતા પરંતુ રસિકલાલ ઘરે પરત ફરે તે પહેલાં હોસ્પિટલની આગમાં મોતને ભેટતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.રસિકલાલ અગ્રાવત ગોંડલ ઉદ્યોગ ભારતીમાં નોકરી કરતા હતા અને છેલ્લા આઠ વર્ષથી નિવૃત્ત જીવન જીવવાની સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા. રામાનંદી સાધુ સમાજમાં પ્રમુખ તરીકે રહી સમાજની સેવા પણ કરી હતી હાલ તેમના પુત્ર રશ્મિનભાઈ અગ્રાવત વિશ્વ હિન્દુ પરિષદમાં ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે જ્યારે નાના પુત્ર મયુરભાઈ ગ્રાફિક ડિઝાઇન પ્રિન્ટિંગનો બિઝનેસ કરી રહ્યા છે.

રશ્મિન ભાઈ અગ્રાવત અને તેમના પરિવારે રાત્રીના નવ વાગ્યે વિડીયો કોલ કરી પિતાનું મોઢું જોયું હતું તબીબોએ ત્રણ દિવસ બાદ રજા આપવાનું જણાવ્યું હોય પરિવાર કાગડોળે પરિવારના મોભીની પરત આવવાની રાહ જોઈ રહ્યો હતો, ત્યાં જ અચાનક રાત્રીના હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચાર મળતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી, અને જેમના આવવાની રાહ જોવાઇ રહી હતી તેમનો મૃતદેહ જ પહોંચતાં પરિવાર શોકાતુર બન્યો હતો.

નોન કોવિડ હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં મૃત્યુ જસદણના વતની અને રાજકોટ રૂરલમાં અગાઉ ફરજ બજાવતા નિવૃત્ત એએસઆઇને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગ મોતની નિંદ્રામાં સુવડાવી ગઇ હતી. હજુ તો તેમને નોન કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની વિચારણા ચાલી રહી હતી એવામાં આગે તેમની જિંદગી પર પૂર્ણ વિરામ મૂકી દીધું. જસદણમાં અર્જુનપાર્કમાં રહેતા રામસિંગભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ.6ર) નામના રબારી વૃદ્ધ પાંચ ભાઇ, ચાર બહેનના પરિવારમાં વચેટ હતા. તેમનો પુત્ર અમિત 108માં પાયલોટ છે. સંતાનમાં બે પુત્ર છે.

રામસિંહભાઇ અગાઉ રાજકોટ રૂરલ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. ચાર વર્ષ પૂર્વે તેઓ નિવૃત થયા હતા. તા.18/11ના રોજ તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફેફસામાં તકલીફ હોય અહીં કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. આજે ફરી રિપોર્ટ કરાવવાનો હતો. રિપોર્ટ આવ્યા બાદ તેમને નોન કોવિડ હોસ્પિટલમાં શિફટ કરવાના હતા, પરંતુ કુદરતને કંઇક ઔર મંજુર હોય તેમ ગઇકાલે બનેલી કમનસીબ ઘટનામાં તેઓ મોતને ભેટયા હતા.

અન્ય સમાચારો પણ છે...