તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ નજીક હિટ એન્ડ રન:ચાલકે બેફામ કાર દોડાવી ચારને ઘાયલ કર્યા

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુંદાળા ચોકડી બ્રિજ નીચે બની ઘટના, દાળ પકવાનની લારી, બાઈક અને કારનો કડૂસલો બોલી ગયો

ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી અંડર બ્રિજ નીચે અજાણ્યા કારચાલકે દાળ પકવાનની લારી બાઈક અને કારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અશ્વિન પરસોત્તમ મકવાણા ઉ. વ. 20, શિવમ સતેન્દ્ર યાદવ ઉ.વ.18, ગોલું સિપાલસિંગ પઢીયાર ઉ.વ. 20 અને જીતેશ મનસુખભાઇ ગાજીપરા ઉ.વ. 31 ગંભીર રીતે ઘાયલ થતાં પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી હોસ્પિટલે આપવામાં આવી હતી બાદમાં શિવમ યાદવને હાલત વધુ નાજુક હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો.

ઘટનાને પગલે સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા કારચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અન્ડર બ્રિજની નીચે તેમજ સર્વિસ રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવતા હોય જેના કારણે વ્યાપક પ્રમાણમાં અકસ્માતો સર્જાય છે અનેકવાર રજૂઆત છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય લોકોમાં રોષ ફેલાવા પામ્યો છે આ ઉપરાંત બ્રિજની નીચે ફ્રુટ તેમજ ખાણીપીણીની લારીઓ નો જમાવડો થતો હોય કેટલાક પોલીસના મળતિયાઓ દ્વારા હપ્તા ઉઘરાવી લારીઓ ઉભી રાખવા દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો લોકોએ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો