તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારુની ફેક્ટરી:ગોંડલમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનો ગૃહઉદ્યોગ ઝડપાયો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે 1 લાખનો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કર્યો. - Divya Bhaskar
પોલીસે 1 લાખનો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કર્યો.
  • બોક્સ, સ્ટીકરના જથ્થા સાથે એકની ધરપકડ

ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદને લઇ સીટી પોલીસ દ્વારા દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હોઇ શહેરના વોરાકોટડા રોડ ઉપર ડુપ્લીકેટ વિદેશી દારૂનો ગૃહ ઉદ્યોગ પકડી પાડી આશરે એક લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાંથી વિદેશી દારૂની ખરીદી કરી નશો કરનારા નશેડીઓને લાલબત્તી સમાન ડુપ્લીકેટ દારૂનો જથ્થો ગોંડલ સિટી પોલીસના ડી સ્ટાફના જયદીપસિંહ ચૌહાણની બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો છે. શહેરના વોરાકોટડા રોડ પર શાળા નંબર 16 પાસે રહેતા નરેન્દ્ર અમીચંદ ઉનડકટ દ્વારા એસેન્સ અને ખાદ્ય પાવડરની મિલાવટથી વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે સિટી પી.આઈ એસ એમ જાડેજા, શક્તિસિંહ જાડેજા, જયસુખભાઇ ગરભાડીયા, જયંતીભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ દાફડા સહિતનાઓએ દરોડો પાડ્યો હતો અને આશરે એક લાખ રૂપિયાની કિંમતનો ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો, ઓફિસર ચોઇસ, બ્લેન્ડર પ્રાઇડ સહિતના દારૂના બોક્સ સ્ટીકર અને ખાલી બોટલો પકડી પાડવામાં આવી હતી.

આ તકે સીટી પોલીસે જણાવ્યું હતું કે ઉપરોક્ત પકડાયેલા શખ્સે પ્રિન્ટેડ દારૂના બોક્સ, સ્ટીકર, કાચ અને પ્લાસ્ટિકની બોટલો ક્યાંથી અને કોની પાસેથી ખરીદ કરી છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે. કોમ્પ્યુટર ડિઝાઇન અને બોક્સ પ્રિન્ટિંગનો રેલો રાજકોટ, અમદાવાદ સુધી પહોંચનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...