કોર્ટનો આદેશ:ગોંડલ સિંચાઈના 15 કર્મીની માગણી મજૂર અદાલતે ફગાવી

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નોકરીમા ફરી રહેવા માટે રેફરન્સ દાખલ કર્યો’તો

સિંચાઈ પેટા વિભાગ ગોંડલ વિરૂધ્ધ 15 શ્રમયોગીની પુનઃસ્થાપિત થવાની માગને મજુર અદાલત રાજકોટે રદ કરી હતી. સિંચાઈ પેટા વિભાગ તાલુકા સેવા સદન ગોંડલ વિરૂધ્ધ હંસરાજ ભવાનભાઈ, મગન જીવાભાઈ, વિનોદ દેવાભાઈ, જેતી ભગવાનભાઈ, રમેશ પ્રેમજીભાઇ, પોપટ ટપુભાઈ, વનજી કારુભાઈ, રમેશ ઠાકરશીભાઈ, હમીર મોમૈયાભાઈ, ખીમજી બીજલભાઈ, ધીરૂ દેવાભાઈ, જયંતિ સંડુદરભાઈ, લીમ્બા મોમૈયાભાઈ, જયંતિ પબુભાઈ તથા ધારાભાઈ રઘાભાઈ (રહે. મોરબી) દ્વારા મજુર અદાલત રાજકોટ સમક્ષ નોકરીમા પુનઃસ્થાપિત રહેવા રેફરન્સ દાખલ કરેલ હતો.

જેમા મજુર અદાલતે અરજદારોના રેફરન્સ રદ કર્યા હતા. જે હુકમથી નારાજ થઈ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી . જેમાં હાઈકોર્ટે લેબર કોર્ટને રિમાન્ડ બેક કરી અને હુકમ કર્યો કે અરજદારોએ 240 દિવસ કામ કર્યું કે કેમ તે બાબતે ન્યાયનિર્ણય આપવા આદેશ કરતા રેફરન્સ કેસો ફરીથી મજુર અદાલતમા ચલ્યો હતા જે કેસ ચાલી જતાં રેકર્ડ પરના પુરાવાથી એ સાબિત થાય છે કે અરજદાર કામ પર આવતા ન હતા. તેમજ નવા કામદાર ભરતી કર્યાનુ સાબીત થતુ નથી જેથી સંસ્થાએ ઔદ્યોગિક વિવાદધારાની કોઈપણ કલમનુ ભંગ કર્યાનુ સાબિત થતુ ન હોય તમામ રેફરન્સ નામંજુર કર્યાનો હુકમ કર્યો હતો.