ગોંડલમાં આત્મહત્યાના ચિંતાજનક આંકડા:પંથકમાં કાળચક્ર ફરી વળ્યું; આત્મહત્યાની વધુ બે ઘટના બનતા છેલ્લા ત્રીસ દિવસમાં નવ ઘટનાઓ બની

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ પંથકમાં જાણે યમરાજા પડાવ નાખી બેઠા હોય તેમ છેલ્લા 30 દિવસમાં આત્મહત્યાની બનેલી 7 ઘટનામાં વધારો થયો હોય તેમ મોવિયા અને સડકપિપળીયામાં વધુ બનાવ બનતા આત્મહત્યાનો આંક નવ થયો હોવાથી અરેરાટી ફેલાઇ છે.

આત્મહત્યાના મામલા વધ્યા
પ્રથમ બનાવમાં તાલુકાના મોવિયા રહેતા હસમુખભાઈ ત્રીકમભાઇ જાદવ ઉ.50 રાત્રીના ઘરના ફળીયામાં આવેલી પાણીની ટાંકીમાં પડી આત્મહત્યા કરી હતી. હસમુખભાઈની માતા ગોંડલ હોસ્પિટલમાં કામ કરતા હોવાથી સવારે નોકરી પુરી કરી ઘરે પહોંચતા પાણીના ટાંકામાં પુત્રને ઉંધે માથે પડેલો જોઈ હતપ્રત બની ગયા હતા. બાદમાં બુમાબુમ કરતા શેરીના લોકો દોડી આવ્યા હતા અને હસમુખભાઈ ના મૃતદેહને બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસના સૂત્રો અનુસાર મૃતક હસમુખભાઈને દસ વર્ષ પહેલા પડોશી સાથે ઝગડો થયો હોવાથી મારામારીમાં માથામાં ગંભીર ઇજા થતા પેરાલીસીસ થયુ હોવાથી અડધુ શરીર ખોટુ પડી ગયુ હતું. તેના પિતાએ વર્ષો પહેલા ઘર છોડી દિધુ હોવાથી માતા પુત્ર એકલા રહેતા હતા.

અલગ-અલગ કારણોસર આત્મહત્યા કરી
બીજા બનાવમાં મુળ શિવરાજગઢના અને હાલ સડક પિપળીયા પરીવાર સાથે રહેતા ચંપાબેન સવાભાઇ પારઘી (ઉ.વ.૪૨) કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. ચંપાબેનને સંતાનમાં બે દિકરા એક દિકરી છે. પરીવાર મજૂરીકામ કરી જીવન નિર્વાહ કરે છે. ચંપાબેન બીમાર રહેતા હોવાથી કંટાળીને પગલુભર્યાનું પરિવારજનો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...